|| કીર્તન
૩ બાપાશ્રીનું કહેવું છે ||
બાપાશ્રીનું કહેવું છે કે
દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું રે
દેહ તો બહુરૂપી જેવો છે એક
દિવસ સાજો ને એક દિવસ માંદો રે
દેહ સામે દ્રષ્ટિ જે રાખે
તે જરૂર ભગવાનને ભૂલી જવાનો છે રે
દેહનો અનાદર કર મનવા ને કુસંગનો જોગ ન કર કોઈ દિન રે
સત્સંગમાં કોઈનો દ્રોહ ન
થાય માટે મહારાજને પ્રાર્થના કર રે
બાપાશ્રીનું કહેવું છે કે
દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું રે
જેનો સ્વભાવ પ્રકૃતિ ઠીક ન
હોય તો તેનો અવગુણ ન લેવો રે
પંચ વર્તમાન ના પાળતો હોય
કે ફેર હોય તેનો ત્યાગ કરવો રે
બાપાશ્રીનું કહેવું છે કે
દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું રે
તારે સુખિયું થવું છે
સત્સંગી તો રાગમાત્ર ટાળી દે એ માન રે
એક મૂર્તિસુખ મેળવવાનો
ધ્યેય રાખ ને પુરુષપ્રયત્ન કર રે
બાપાશ્રીનું કહેવું છે કે
દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું રે
અનાદિમુકતની સભા છે ને
મહારાજ પણ બિરાજમાન છે રે
મોટાને દર્શને કરીને શાંતિ
થાય ને સંભાળો તો ઘાટ ટળી જાય રે
બાપાશ્રીનું કહેવું છે કે
દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું રે
આ લોકનું ડહાપણ હા ડહાપણ
બ્રહ્મરાક્ષસના વળગાડ જેવું છે રે
સત્સંગને ઘર માન હા ઘર માન
તો નાસ્તિક ભાવ ટળી જાય રે
મોટાનો જોગ થાય હા જોગ થાય
તો જીવ મટીને બ્રહ્મસ્વરૂપ થાય રે
બાપાશ્રીનું કહેવું છે કે
દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું રે
Comments
Post a Comment